ગુજરાતની વાવ સહિત 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો પર મતદાનનો પ્રારંભ

ગુજરાતની વાવ સહિત 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો પર મતદાનનો પ્રારંભ

ગુજરાતની વાવ સહિત 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો પર મતદાનનો પ્રારંભ

Blog Article

ગુજરાતની વાવ વિધાનસભા બેઠક સહિત દેશના 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો અને કેરળની વાયનાડ લોકસભા બેઠક પર બુધવાર, 13 નવેમ્બરે સવારે મતદાન ચાલુ થયું હતું. આ પેટાચૂંટણીનું પરિમાણ 23 નવેમ્બરે જાહેર થશે. આ પેટા-ચૂંટણીઓની કોઇ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને કોઇ અસર થવાની નથી, પરંતુ તેમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની લોકપ્રિયતાની કસોટી થશે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર નેતા માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. બનાસ બેંકના ડિરેક્ટર માવજીભાઈ પટેલ ભાજપના સત્તાવાર ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામે ચૂંટણી લડી રહ્યાં હોવાથી ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ, મધ્યપ્રદેશની બે બેઠકો તથા છત્તીસગઢ, ગુજરાત, કેરળ અને મેઘાલયની એક-એક બેઠક પર મતદાન ચાલુ થયું હતું.

ગુજરાતના પડોશી રાજસ્થાનમાં ઝુંઝુનુ, દૌસા, દેવલી-ઉનિયારા, ખિંવસર, ચૌરાસી, સલુમ્બર અને રામગઢમાં પેટાચૂંટણી યોજાશે. સલુમ્બર અને રામગઢમાં અમૃતલાલ મીણા (ભાજપ) અને ઝુબેર ખાન (કોંગ્રેસ)ના અવસાનને કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

પશ્ચિમ બંગાળમાં તાલડાંગરા, સીતાઈ-એસસી, નૈહાટી, હરોઆ, મેદિનીપુર અને મદારીહાટ એમ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. શાસક ટીએમસીએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં આ છમાંથી પાંચ બેઠકો જીતી હતી. એકમાત્ર મદારીહાટ સીટ ભાજપ પાસે હતી.
આસામમાં ધોલાઈ, બેહાલી, સમગુરી, બોંગાઈગાંવ અને સિદલીની એમ પાંચ બેઠકોની પેટાચૂંટણી કુલ 34 ઉમેદવારો મેદાનમાં છે.

બિહારમાં રામગઢ, તરરી, ઈમામગંજ અને બેલાગંજ સીટ પર પણ મતદાન ચાલુ થયું હતું.કર્ણાટકમાં, JD(S) નેતા નિખિલ કુમારસ્વામી ચન્નાપટનાથી ચૂંટણી લડી રહ્યા છે, જે તેમના પિતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી કરી હતી. બીજેપીએ પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના પુત્ર ભરત બોમાઈને શિગગાંવથી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર યાસિર અહેમદ ખાન પઠાણ સાથે થશે. રાજ્યના સંદુર બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે.

Report this page